મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેતરમાં આવેલ પાણી ભરેલ ખેત તલાવડીમાં યુવાન ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે ચુનીભાઇ કાસુન્દ્રાની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો અજયભાઈ પોપટભાઈ રાઠોડ (31) ખેતરમાં આવેલ પાણી ભરેલ ખેત તલાવડીમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તે યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને તેના પિતા પોપટભાઈ રાઠોડ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી
અકસ્માતમાં ઇજા
મૂળ એમપીનો રહેવાસી કૈલાશભાઈ કટારા (36) નામનો યુવાન મોરબીના સનાળા રોડ પર વિશાલ સ્ટોર પાસે કામગીરી દરમિયાન દિવાલ ઉપરથી નીચે પડતા તેને ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા કાજલબેન દિવ્યેશભાઈ રાઠોડ (30) નામના મહિલાને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે એકટીવા અને રીક્ષા વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી