મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે
મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે કચ્છના શખ્સને પાસા હેઠળ ડીટેઈન કરીને સુરત જેલ હવાલે કર્યો છે
મોરબી જીલ્લામાં જુદાજુદા ગુનાઓમાં સંડોવાયેલ શખ્સોની પાસા દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર સામે એલસીબી ટીમે પાસા દરખાસ્ત મૂકી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે આરોપી દીપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઈ પટણી (37) રહે ચિત્રોડ તાલુકો રાપર કચ્છ વાળાનો ગળપાદર જેલમાં જામીનમુક્ત થતા મોરબી એલસીબીની ટીમે તેને પાસા હેઠળ ડીટેઈન કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના એસપી રોડ પર રહેતા નીતિનભાઈ પરસોત્તમભાઈ ગામી (53) નામના આધેડ લીલાપર જોધપર રોડ ઉપર નર્સરી પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર રહેતા પ્રકાશભાઈ રામુભાઈ મુન્દ્રિયા (45) નામના યુવાને કોઈપણ કારણોસર વેલોજા સિરામિક કારખાના પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી