મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે


SHARE







મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી કાર પસાર થઈ રહી હતી તે અલ્ટો કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી તેને કારમાંથી દારૂની નાની મોટી 262 બોટલો મળી આવતા દારૂ અને કાર મળીને 2,97,118 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસ ની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી અલ્ટો કાર નંબર જીજે 13 એનએન 0346 પસાર થઈ રહી હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી 262 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 47,118 રૂપિયાની કિંમતનો દારૂ તથા અઢી લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 2,97,118 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી બળદેવ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા (30) રહે. સ્મશાન પાસે લાલપર મોરબી મૂળ પીપળી તાલુકો જસદણ વાળાની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે આવેલ વિશાલદીપ નજીક રહેતા રાહુલભાઈ હિતેશભાઈ સિંધી નામના યુવાનને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફોઓના સિરામિક કારખાના નજીક મજાક મસ્તીમાં જમણા હાથ અને કોણીમાં માર મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ સીસમ સીરામીક પાસે શ્રીરામ પેકેજીંગ નજીક સીડી ઉપરથી પડી જવાના કારણે વિકાસ પ્રધાન (26) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News