મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો
SHARE
મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો
મોરબીના સાદુળકા ગામ પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે થઈને યુવાનો ગયા હતા દરમિયાન ચાર યુવાનો નદીમાં ડૂબ્યા હતા જેમાંથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા જો કે, બે યુવાન ડૂબી ગયા હતા જે પૈકી એક યુવાનનો શુક્રવારે રાતે 12 વાગ્યે અને બીજા યુવાનનો શુક્રવારે બપોરે 12 વાગ્યે મૃતદેહ પણીમાંથી મળી આવ્યો હતો. જેની તાલુકા પોલીસને નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી શહેરી વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાય કોઈપણ સ્થળે વિસર્જન ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે થઈને પીપળી ગામ પાસેથી કેટલાક ગુરુવારે મોડી સાંજે ગયા હતા અને ત્યાં ચાર યુવાનો નદી પાણીમાં ડૂબી ગયા હતા જે પૈકીના આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈ નામના બે યુવાન પાણી વચ્ચે ફસાઈ ગયા હતા જેને ફાયરની ટીમ દ્વારા પાણીમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા જોકે, સોહન કુલડીયા અને વિલાસ ગાયકવાડ નામના બે યુવાનો પાણીમાં ડૂબી ગયા હોય તેને શોધવા માટે થઈને ફાયર વિભાગની ટીમ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન મોરબી મચ્છુ નદીમાંથી શુક્રવારે રાત્રિના 12 વાગ્યે વિલાસ સુભાષભાઈ ગાયકવાડ (34) રહે. નવી પીપળી વાળોનો મૃતદેહને બહાર કાઢ્યો હતો ત્યાર બાદ શુક્રવારે બપોરે 12 વાગ્યે બીજા યુવાન સોહનરામ નથુરામ કુલડીયા (29) નો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.