મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટી ઓફ આઈ.ટી.આઈ. મોરબીના વાઇસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નીતિન ચનિયારા, સંસ્થાના કર્મચારીઓ તથા ૨૧૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ગાર્ડન, પાર્કિંગ તથા સમગ્ર પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તાલીમાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા પરિસરમાંથી કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના પરિસરમાં ૨૦ જેટલા વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી તાલીમાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા તથા સામાજિક સેવાની ભાવના વધુ મજબૂત બની હતી.




Latest News