મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન


SHARE









મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન

મોરબીમાં ગઇકાલે વહેલી સવારથી જીએસટી વિભાગની ટીમો ત્રાટકી હતી અને જુદાજુદા વિસ્તારમાં આવેલ હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને હાર્ડવેરના વેપારીઓમાં ફફડતર વ્યાપી ગયો હતો.

મોરબીમાં સમયાંતરે સિરામિક યુનિટમાં જીએસટી વિભાગની ટીમો ત્રાટકતી હોય છે તેવામાં ગઇકાલે સવારે મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં આવેલ હાર્ડવેરના 4 વેપારીઓ ઉપર જીએસટીની ટીમો ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે વેપારીઓને ત્યાં જીએસટીની ટિમ ત્રાટકી હતી તેમાં હિમાલય હાર્ડવેર, એક્યુરેટ હાર્ડવેર, કલકત્તા હાર્ડવેર અને સરદાર હાર્ડવેરનો સમાવેશ થાય છે અને ચારેય સ્થળોએથી હિસાબી ચોપડા અને નાણાકીય વ્યવહારોની માહિતી મેળવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે. અને એકી સાથે 4 વાપરીઓને ત્યાં જીએસટીની ટિમ ત્રાટકી હોવાથી હાર્ડવેરના વેપારીઓ તેમજ સિરામિક ઉદ્યોગકારોમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી.




Latest News