મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીના રવાપર-ધુનડા રોડ ઉપર સર્જાયેલ વાહન અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામથી ધુનડા જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. આ બનાવમાં ઈજા પામેલા નવધણ કરીમભાઈ ભરવાડીયા (38)ને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

તેને ગંભીર ઈજાઓ હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. જયારે મોરબી-2 સામાકાંઠે મધુવન સોસાયટીમાં આવેલ ઓમ રેસીડેન્સીમાં રહેતા પ્રફુલભાઈ શશીકાંતભાઈ પરમાર નામના 57 વર્ષના આધેડ સાયકલ લઈને સામાકાંઠે હાઉસીંગ બોર્ડ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટુ વ્હીલર ચાલકે તેઓને હડફેટે લેતા પ્રફુલભાઈને અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા
મોરબી-2 સામાકાંઠે ઉમીયાનગરમાં રહેતા દિલીપ લાલજીભાઈ બારોટ નામના 27 વર્ષના યુવાનને ઘરે મારામારીમાં ઈજા થયેલ હોય સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી તાલુકાના માનસર ગામે હકાભાઈની વાડીએ રહી મજુરીકામ કરતા ભાનકર ઉર્ફે ભાન્તો જયોતિભાઈ ધણુક (27) એ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે સર્જાયેલ વાહન અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રવિણભાઈ દુદાભાઈ પરમાર (45) રહે.લાયન્સનગર મોરબીને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
 મોરબીના નાની વાવડી ગામે રહેતા અશોકભાઈ છગનભાઈ વાઘેલા (42)ને ગામમાં મારામારીના બનાવમાં ઈજાઓ થયેલી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીના રફાળેશ્ર્વર ગામે મેલડી માતા મંદિરની પાસે રહેતા સંગીતાબેન શનિભાઈ અધારીયા દેવીપૂજક નામની 20 વર્ષીય મહિલાને ત્યાં મારામારીમાં ઈજા થતા સિવિલે લાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે રૂપિયા 700ની લેતીદેતી મુદે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી!

બાઈક સ્લીપ
 મોરબીના પંચાસર ગામેથી અમરાપર જતા રસ્તે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં અમરાપર ગામના બટુકભાઈ ગંગારામ ઉચાણા નામના 52 વર્ષના આધેડને ઈજાઓ થયેલ હોય અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબીના ભકિતનગર સર્કલ પાસેના ઈસ્કોન એપાર્ટમેન્ટમાં રહેતા પરીવારનો નક્ષ હરીશભાઈ (12) નામનો બાળક બ્લીચીંગ પાઉડર પી ગયો હોય સારવાર માટે મંગલ હોસ્પીટલે ખસેડાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નક્ષને સ્કુલે જવું ન હોય તેણે આ પગલું ભયુર્ં હતું!

 તેમજ મોરબીના શનાળા ગામે લાયન્સનગરમાં રહેતા પટુભાઈ શાંતિભાઈ કડેવાર (28)ને શનાળાના ઓવરબ્રીજ નજીક ત્રણેક લોકોએ માર મારતા સારવારમાં લાવવામાં આવ્યો હતો. તેમજ માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા દિકુબેન ચંદુભાઈ મકવાણા (18)ને ઘરે અજાણ્યા માણસે માર મારતા તેણીને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.




Latest News