મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ


SHARE









સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ

મોરબી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ ની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના આશયથી ખાસ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબીના બેઠા પુલ પાસે મચ્છુ નદીના કાંઠે જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ તકે પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત પદાધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓએ શ્રમદાન કરી નદી કાંઠા વિસ્તારની સફાઈ કરી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર એક દિવસની ઝુંબેશ નહીં પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનવી જોઈએ. નદીઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ ઝુંબેશમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, કમિશનર સંગીતા રૈયાણી, કોર્પોરેટરઓ, સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો અને સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.




Latest News