મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી


SHARE





















મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દુકાને ઉધારમાં માલ લેવા આવેલા શખ્સને ઉધારમાં માલ આપવાની દુકાનદારે ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે દુકાનદાર અને તેના પત્નીને ગાળો આપી હતી અને તેઓની સાથે જપાજપી કરીને ફ્રિજમાં પથ્થરનો ઘા મારીને નુકસાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક ખાતે રહેતા જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી (64) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રાયધનભાઇ છુછીયા રહે.મીરા પાર્ક શેરી નં.-3 મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક પાસે તેઓની દુકાન આવેલી છે અને ત્યાં આરોપી ઉધારમાં વસ્તુ માંગતો હતો જેથી ફરિયાદીએ ઉધારમાં વસ્તુ આપવાની તેને ના પાડી હતી જે બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી તથા તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જપાજપી કરી હતી તેમજ દુકાનના ફ્રીજમાં પથ્થર મારીને નુકસાન કર્યું હતું આટલું જ નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News