મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં


SHARE





















હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં

હળવદમાં આવેલ આસ્થા સ્પિંટેક્સ નામના જીનીંગમાં રાત્રિના સમયે કોઈપણ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક હળવદ અને મોરબીના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમો ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કરવામાં આવેલ હતો અને આગને કાબુમાં લેવામાં આવેલ છે જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં મશીનરી અને માલમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

હળવદમાં આવેલ આસ્થા સ્પિંટેક્સ નામના જિનિંગના કારખાનામાં રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને કપાસનો જથ્થો તથા મશીનરી આગની ઝપેટમાં આવી ગયા હોવાથી આ બનાવની તાત્કાલિક હળવદના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા હળવદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ કારખાનામાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેથી મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવી હતી અને જેથી મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ હળવદ અને મોરબીના ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણી મારો ચલાવવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ કારખાનામાં લાગેલી આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં માલ અને મશીનરીમાં મોટું નુકશાન થયું છે અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવી માહિતી હળવદ ફાયર વિભાગના કર્મચારી રોહિતભાઈ મહેતા પાસેથી જાણવા  મળી છે અને વધુમાં તેઓના કહેવા મુજબ કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાથી કેટલું નુકસાન થયું છે તે હાલમાં કહી શકાય તેમ નથી. આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે










Latest News