હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ
SHARE
ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર જિલ્લા કક્ષાના National Children's Science Congress 2026/27 યોજાઈ હતી જેમાં અલગ અલગ 5 વિભાગમાં ઘણા બધા પ્રોજેક્ટ મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પ્રસ્તુત કરવામાં આવેલા હતા. જિલ્લા કક્ષાના આ પ્રોજેક્ટ સેમિનારમાં શ્રી બહુચર વિદ્યાલય મીતાણાની ધો. 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પારઘી વૈશાલી મહેશભાઈ અને ચૌહાણ ક્રિષ્ના મોહનભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ "SEED & FERTILIZER SPREDING MACHINE” નો જિલ્લા કક્ષાએ ટોપ 10 પ્રોજેક્ટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને શાળાને ગૌરવ અપાવેલ છે. આ પ્રોજેક્ટ સાથે હવે વિદ્યાર્થીનીઓ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લેશે. શાળા અને ગામને ગૌરવ અપાવનાર બંને વિદ્યાર્થીઓને તથા સહયોગ આપવા બદલ શાળાના સ્ટાફ ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢીને માર્ગદર્શક અને શાળાના આચાર્ય પ્રવીણચંદ્ર બી.વાટકિયા તથા ટ્રસ્ટી ભગવાનજીભાઈ ઢેઢી તથા પ્રમુખ નરસીભાઈ મેરાએ અભિનંદન પાઠવે છે.









