મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો
Morbi Today

મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી


SHARE







મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

 મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજીને કોર્ટે ફગાવી દીધી છે

મોરબીના જડેશ્વર મદિરના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી એવા આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો છે અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી કોર્ટમાં આરોપીઓની આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News