મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી


SHARE





















મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા મંદિરના પ્રાંગણમાં છેલ્લા ૨૬ વર્ષથી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વખતે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૭૫ થી વધુ બાળાઓ માં નવદુર્ગાની ભક્તિ અને આરાધના કરી અવનવા રાસ લોકોની સમક્ષ રજૂ કરતી હોય છે.

હાલમાં અર્વાચીન દાંડીયા રસનો યુગ છે ત્યારે પ્રાચીન પરંપરાને મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળ દ્વારા જાળવી રાખવામા આવી છે અને આ ગરબીમાં જાણીતા ભજનિક અને ગાયીક રિટાબેન ગોસ્વામી દ્વારા ગરબા ગાવવામાં આવે છે અને બાળકો દ્વારા રાસ રજૂ કરવામાં આવેલ છે આ ગરબીમાં થતી દાનની આવક શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા મધ્યમ વર્ગની દિકરીના સમુહલગ્નના સેવાકાર્યમા વાપરવામાં આવે છે  અને આ ગરબીનું સંચાલન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવે છે.










Latest News