મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ઝઘડામાં મોટાના માથા રંગાયા


SHARE











વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ઝઘડામાં મોટાના માથા રંગાયા

વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા એક બાળકના દાદા મંદિરે હતા ત્યારે ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ જયારે માતાના મઢે હતા ત્યાં બે શખ્સોએ આવીને તેઓની સાથે બોલાચાલી ઝઘડો કરીને માથામાં લાકડી મારી હતી અને ત્યારે બચાવવા માટે વચ્ચે પડેલા તેના દીકરાને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ આધેડ અને તેના દીકરાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા મગનભાઈ ભલાભાઇ અણિયારીયા (50)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાબુ સાદુર માલકીયા, મહેશ રાજુ માલકીયા, રણજીત સાદુર માલકીયા અને કેતન વલ્લભ માલકીયા રહે. બધા લાકડધાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પૌત્ર જેનીસ (8) તથા આરોપી બાબુભાઈના ભાઈ કાનાભાઈના દીકરા વચ્ચે શાળાએ બોલાચાલી થયેલ હતી અને તે બાબતનો ખાર રાખીને બાબુ તથા મહેશ ફરિયાદી જયારે રામાપીરના મંદિરે હતા ત્યારે ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને ઝપાઝપી કરી હતી ત્યાર બાદ ફરિયાદી પોતાના માતાજીના મઢે હતા ત્યારે પાછળથી રણજીત અને કેતનએ ત્યાં આવીને ઝઘડો કર્યો હતો અને રણજીતએ ફરિયાદીને માથાના ભાગે લાકડીનો ઘા મારીને માથામાં ઇજા કરી હતી ત્યારે ફરિયાદીનો દીકરો દશરથ વચ્ચે પડતા તેને કેતનએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા પિતા અને પુત્રને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં ફરિયાદીને માથામાં ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News