મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની રાતે 94 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અને સોનાનો દાણો અર્પણ માળીયા (મી) નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને પગના પંજા-કાંડામાં ફ્રેકચર વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ઝઘડામાં મોટાના માથા રંગાયા ટંકારાના હીરાપર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાળકનું મોત: 5 ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી રાજમાતા વિજય કુંવરબા સાહેબને અપાઈ શ્રદ્ધાંજલિ મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાળકનું મોત: 5 ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







ટંકારાના હીરાપર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાળકનું મોત: 5 ઇજાગ્રસ્ત સારવારમાં

ટંકારાના સરાયા ગામથી ટંકારા બાજુ આવવાના રસ્તા ઉપર હીરાપર ગામ નજીક બાઇક ઉપર યુવાન પોતાના પત્ની, દીકરા, દીકરી અને તેઓની સાથે કામ કરતી મહિલા અને તેના દીકરાને બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનના દીકરાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. જ્યારે યુવાન સહિતના કુલ 5 લોકોને નાના મોટી ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારાના જબલપુર પાટિયા સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ખાલી પ્લોટમાં ઝુંપડામાં રહેતા સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા (30)એ અજાણ્યા કારચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તે પોતાનું બાઈક નં જીજે 33 ઇ 7973 લઈને પોતાના પત્ની સુમિત્રાબેન, દીકરા કાર્તિક અને દીકરી રવિના તથા સાથે કામ કરતા સેજલબેન અને સેજલબેનના દીકરા આર્યનને બાઈકમાં બેસાડીને સરાયા ગામથી ટંકારા તરફ જતા હતા ત્યારે હીરાપર ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે અચાનક તેઓના બાઇકને પાછળથી હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા કાર્તિકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જ્યારે ફરિયાદી તથા તેના પત્ની સુમિત્રાબેન, દીકરી રવિના તથા સેજલબેન અને તેના દીકરા આર્યનને શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News