મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામે શેરીમાંથી નીકળવા બાબતની માથાકૂટ કરીને પિતા પુત્ર સહિત છ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો


SHARE











વાંકાનેરના ખીજડીયા ગામે શેરીમાંથી નીકળવા બાબતની માથાકૂટ કરીને પિતા પુત્ર સહિત છ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા યુવાનના કાકાના દીકરા ભાઈ સાથે શેરીમાં નીકળવા બાબતે બે દિવસ પહેલા બોલાચાલી ઝઘડો કરી તેને ફડાકા મારવામાં આવ્યા હતા. જેથી યુવાન સહિતના લોકો સામેવાળાને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેઓની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવાનની દુકાન અને ગોદામ ખાતે 10 જેટલા શખ્સો ધોકા, પાઇપ અને ધારિયા સાથે આવ્યા હતા અને ત્યાં યુવાન અને તેના પિતા સહિત કુલ છ વ્યક્તિઓને માર માર્યો હતો અને બોલેરો ગાડીમાં પણ તોડફોડ કરીને નુકસાન કરવામાં આવી હતી આ બનાવમાં ઈજા પામેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 10 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા સાગરભાઇ મોમભાઈ ડાભી (32)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ લખમણભાઇ સરૈયા, નારાયણભાઈ લખમણભાઇ સરૈયા, કેયુરભાઈ લીલાભાઈ સરૈયા, મહિપાલભાઈ નારણભાઈ સરૈયા, મહેશભાઈ નારણભાઈ સરૈયા, રણછોડભાઈ લીલાભાઈ સરૈયા ભુપતભાઈ લખમણભાઇ સરૈયા, પારસભાઈ લખમણભાઇ સરૈયા, લીલાભાઈ નવઘણભાઈ સરૈયા અને છેલાભાઈ રતાભાઇ સરૈયા રહે બધા ખીજડીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના કાકાનો દીકરો વિપુલને બે દિવસ પહેલા આરોપીઓની શેરીમાંથી નીકળતા આરોપી ગોપાલભાઈએ વિપુલભાઈ ને અમારી શેરીમાંથી નહીં નીકળવાનું એવું કહીને ફડાકા મારી દીધા હતા તે બાબતે ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને આરોપીઓએ ફરિયાદીની વેન્યુ કાર નંબર જીજે 36 એએલ 0044 માં તોડફોડ કરી નુકસાની કરી હતી અને આરોપીઓએ લોખંડના પાઇપ, ધારિયા અને ધોકા જેવા હથિયારો સાથે ફરિયાદીની મોમાઈ ટ્રેડિંગ નામની દુકાન તથા ગોદામ ખાતે આવીને ફરિયાદી તથા સાહેદ મોમભાઈ અને જવનીકભાઈ હાજર હોય તેઓને "તમે બહુ પાણી વાળા છો બહાર નીકળો" એવું કહી ગાળો આપી હતી અને ફરિયાદી તથા સાહેદોએ ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી ગોપાલભાઈએ ફરિયાદીને માથાના ભાગે પાઇપનો ઘા મારીને ઇજા કરી હતી જ્યારે અન્ય આરોપીઓએ ફરિયાદીને પાઇપ, લાકડાના ધોકા વિગેરે મારીને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી તથા સાહેદ મોમભાઈ અને જવનીકભાઈને પણ ધારિયા અને ધોકા વડે માર મારીને મારી નાખવાની ધમકી આપી હતી અને શરીરે ઇજાઓ કરી હતી દરમિયાન સાહેદ મોમભાઈ પોલાભાઈ ગરીયા, ભરતભાઈ મૈયાભાઇ ગરીયા, કેણાભાઈ ભીખાભાઈ ડાભી તથા કુંવરભાઈ નવઘણભાઈ ફાંગલીયા, ચંદુભાઈ ફાગલીયા બધા છોડાવવા માટે વચ્ચે પડતા તેઓ ઉપર લાકડી અને પાઇપ પડે હુમલો કરીને આડેધડ માર મારીને ભરતભાઈ ગરીયાને જમણા હાથમાં તથા માથામાં ઇજા કરી હતી અને ચંદુભાઈ મેપાભાઇને માથામાં ઇજાઓ કરી હતી ત્યારબાદ બોલેરો ગાડી નંબર જીજે 3 વાય 7360 માં તોડફોડ કરીને નુકસાની કરી હતી અને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવમાં ઈજા પામેલ પિતા પુત્ર સહિતના કુલ છ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 10 ની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News