મોરબી નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઘસી આવેલ ટ્રકે બોલેરોને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 ના મોત: 8 ઘાયલ મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપે સામાન્ય વર્ગની બાળાઓને લ્હાણી આપી ભક્તિ સાથે સમાનતાનો સંદેશ આપ્યો મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી સગીરાએ કર્યો આપઘાત, લખધીરવાસ ચોક પાસે હાર્ટ અટેકથી યુવાન અને પીપળીયા ગામે બીમારી સબબ આધેડનું મોત વાંકાનેરના ખીજડીયા ગામે શેરીમાંથી નીકળવા બાબતની માથાકૂટ કરીને પિતા પુત્ર સહિત છ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો વાંકાનેરના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટા મેસેજ કરીને 48 હજારની છેતરપિંડી હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત મોરબીના હરીપર કેરાળા ગામે ભાડાની માથાકૂટમાં હવે 2 શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી સગીરાએ કર્યો આપઘાત, લખધીરવાસ ચોક પાસે હાર્ટ અટેકથી યુવાન અને પીપળીયા ગામે બીમારી સબબ આધેડનું મોત


SHARE







મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી સગીરાએ કર્યો આપઘાત, લખધીરવાસ ચોક પાસે હાર્ટ અટેકથી યુવાન અને પીપળીયા ગામે બીમારી સબબ આધેડનું મોત

મોરબી તાલુકાના ખેવરીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 12 વર્ષની દીકરીએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના લગધીરવાસ ચોક પાસે દુર્ગા પૂજામાં આવેલ યુવાનનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે અને મોરબીના પીપળીયા ગામે રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે તેને ફેફસાની બીમારી હોય બીમારી તેઓનું મોત નીપજ્યું હતું આ ત્રણેય બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી

મોરબી તાલુકાના ખેવરીયા ગામે રહેતા મેરેસિંગભાઈ ની 12 વર્ષની દીકરી આશાબેન ખેવારીયા થી નારણકા ગામની વચ્ચે ભરતભાઈ કાનજીભાઈ ની વાડી હતી ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તે સગીરાનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાએ ક્યા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ કરી છે

મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં ગાયત્રીનગર પાણીના ટાંકા પાસે રહેતા બબલુ શાંતિરામ જોયરદાર (48) રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં મોરબીના લખધીરવાસ ચોક પાસે દુર્ગાપૂજામાં હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને ખાનગી વાહનમાં તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ અટેકથી યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા વનરાજસિંહ નરવિસિંહ જાડેજા (58) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને ફેફસાની બીમારી હોય બીમારી સબબ તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News