મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા-માટેલ રોડે જુદીજુદી બે દુકાનમાં ગેરકાયદે ગેસના બાટલાનું રીફિલિંગ કરતાં 2 શખ્સ 127 બાટલા સાથે ઝડપાયા


SHARE









વાંકાનેરના ઢુવા-માટેલ રોડે જુદીજુદી બે દુકાનમાં ગેરકાયદે ગેસના બાટલાનું રીફિલિંગ કરતાં 2 શખ્સ 127 બાટલા સાથે ઝડપાયા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં જોખમી રીતે ગેસના બાટલામાં રિફિલિંગ કરવામાં આવતું હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેઓમાં મોરબી જિલ્લા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલા પ્રયાગ કોમ્પલેક્ષમાં આવેલ મહાદેવ કિરાના ભંડાર અને ખોડીયાર-2 ચેમ્બરમાં આવેલ ઊમી ગેસ એજન્સી નામની દુકાનોમાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળ ઉપરથી ગેરકાયદેસર ગેસના બાટલામાં રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગેસના ભરેલા અને ખાલી એમ કુલ મળીને 127 બાટલા કબજે કરીને બે આરોપીને પકડ્યા છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સનહાર્ટ સીરામીકની સામે પ્રયાગ પ્લાઝા-2 માં આવેલ મહાદેવ કિરાના ભંડાર નામની દુકાનમાં તથા રોલસ્ટાર સીરામીક સામે આવેલ ખોડિયાર-2 ચેમ્બરમાં ઉમી ગેસ એજન્સી નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેસના બાટલામાં કાયદેસર અને જોખમી રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા મહાદેવ કિરાના ભંડાર નામની દુકાનમાંથી અલગ અલગ કંપનીના ખાલી નાના મોટા 81 બાટલા તથા ગેસના ભરેલા નાના-મોટા 12 બાટલા તથા ગેસ રીપેરીંગ કરવા માટેના સાધનો આમ કુલ મળીને 1,82,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ રહે. ગુલશન પાર્ક સોસાયટી વાંકાનેર વાળાને પકડવામાં આવે છે જો કે, આ ગુનામાં હજુ પ્રશાંતભાઈ ભરવાડ રહે. વાંકાનેર વાળાને પકડવાનો બાકી છે. જ્યારે ઉમી ગેસ એજન્સી નામની દુકાનમાં રેડ કરી હતી ત્યારે 28 ખાલી બાટલા અને 5 ભરેલા ગેસના બાટલા અને રીફિલિંગના સાધનો મળી આવ્યા હતા જેથી 75,450 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ રહે. ગુલશન પાર્ક સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદો નોંધાવીને બંને આરોપી તથા મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે




Latest News