વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત આર્થિક કારણોસર અણધાર્યા પગલાં ભર્યા: હળવદમાં પરિણીતા-ટંકારાના નસીતપર ગામે તરુણે કર્યો આપઘાત વાંકાનેરના રંગપર પાસેથી અજાણી મહિલા અને હળવદમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ માળીયા (મી)ના વીરવદરકા ગામે નજીવી વાતમાં મારામારીળ હવે સામસામી ફરિયાદ મોરબીના બરવાળા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વધુ એક યુવાનનું મોત: ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો હળવદમાં વાડીએ જવાનો રસ્તો ખુલ્લો કરાવતા યુવાન સહિતનાઓને બે મહિલા સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા-માટેલ રોડે જુદીજુદી બે દુકાનમાં ગેરકાયદે ગેસના બાટલાનું રીફિલિંગ કરતાં 2 શખ્સ 127 બાટલા સાથે ઝડપાયા મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં વાડીએ જવાનો રસ્તો ખુલ્લો કરાવતા યુવાન સહિતનાઓને બે મહિલા સહિત 6 લોકોએ માર માર્યો


SHARE







હળવદમાં વાડીએ જવાનો રસ્તો ખુલ્લો કરાવતા યુવાન સહિતનાઓને બે મહિલા સહિત 6 લોકોએ માર માર્યો

હળવદના રાયસંગપુર રોડ ઉપર આવેલ વાડીએ આવવા જવા માટેનો જે રસ્તો હતો તે યુવાન સહિતના લોકો ખુલ્લો કરાવતા હતા ત્યારે ત્યાં બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓ આવ્યા હતા અને બોલાચાલી ઝઘડો કરીને યુવાન સહિતનાઓને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં જૂની મામલતદાર કચેરી સામે ગોકુલ નગરમાં રહેતા સંજયભાઈ નરસીભાઈ ચાવડા (33)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનજીભાઈ છગનભાઈ સોનાગ્રા, દેવુભાઈ મનજીભાઈ સોનાગ્રા, ગીતાબેન મેહુલભાઈ સોનાગ્રા, મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનાગ્રા, સવજીભાઈ છગનભાઈ સોનાગ્રા અને જગદીશભાઈ થોભણભાઈ સોનાગ્રા રહે. બધા મોરબી દરવાજા કૃષ્ણનગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદો હળવદ ગામની સીમમાં રાયસંગપુર રોડ ઉપર સર્વે નંબર 684 પૈકી 2 વાળી જમીનમાં આવવા જવા માટેનો રસ્તો ખુલ્લો કરતા હતા ત્યારે આરોપીઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોની સાથે રસ્તા બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને જગદીશભાઈ એ પોતાના હાથમાં રહેલ ધોકા વડે સાહેદને માર મારીને ઇજા કરી હતી જ્યારે મેહુલભાઈએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી તથા સાહેદને માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News