મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર


SHARE









ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર

નિપુણ ભારત મિશન અંતર્ગત દરેક બાળક ધોરણ 3 ના અંત સુધીમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પ્રવૃત્તિ આધારિત અને આનંદદાયક શિક્ષણનું વાતાવરણ ઊભું કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે પરીપ્રેક્ષ્યમાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના તમામ બાળકોને વાંચન, લેખન અને ગણન માટે કાયમી ઉપયોગી થઈ શકે તે માટે હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા અને હરહંમેશ ઇનોવેટિવ કાર્ય કરતા ગીતાબેન સાંચલા દ્વારા વાગલેની દુનિયા નામનો સુંદર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત શાળામાં વર્ગખંડો અને લોબીની દીવાલ પર બાલવાટીકા અને ધો.1-2 ની તમામ અધ્યયન નિષ્પતિઓ આવરી લેતા તેમજ ધો.5 સુધીના બાળકોના વાંચન-લેખન-ગણન માટે ઉપયોગી  શૈક્ષણિક ચિત્રાંકન કરાવવામાં આવ્યું છે. જેના માટેનો થયેલ  ખર્ચ તેમને હાલમાં મળેલ વસતી ગણતરી કામગીરી માટે મળેલ મહેનતાણામાંથી કરેલો છે.આ "વાગલેની દુનિયા" નો ઉપયોગ બાળકો રિશેષ ના સમયમાં, રમતાં રમતાં અને આનંદપૂર્વક કરી શકે છે. ગીતાબેનના આ સરાહનીય "નિપૂણ" કાર્ય માટે શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા, બીઆરસી કોર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, રાજ્ય શિક્ષકસંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, સીઆરસી કોર્ડિનેટર કૌશિકભાઇ ઢેઢી, તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઇ પારઘી તેમજ શાળા પરિવાર અને ટંકારા તાલુકાના સમગ્ર શિક્ષકગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.




Latest News