મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ
મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત જાગા સ્વામી જયંતિ તેમજ શરદપુનમની નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે ટ્રસ્ટીગણ, કારોબારી તેમજ સમસ્ત મોચી સમાજના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાસોત્સવમાં સમાજ દીકરીઓ અને બહેનો સહિતનાઓ જોડાયા હતા અને ગરબે ઘુમ્યા હતા ત્યાર બાદ સંત જાગાસ્વામી અને લાલાબાપાની ભાવભેર સમાજના લોકોએ આરતી ઉતારી હતી. તેવું ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.