બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો
મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે શરદપુનમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહંત ભાવેશ્વરી માતાજી તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં શરદપૂનમની ઉજવાઇ હતી ત્યારે આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમજ યજ્ઞ, મહાઆરતી, કુવારિકા પૂજન તથા મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો. જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને રામધન આશ્રમ ખાતે કરવામાં આવેલ યજ્ઞમાં આચાર્યપદે અતુલ મહારાજ જાની હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી. આ તકે મોટી સંખ્યામાં આશ્રમના સેવકો તેમજ બહેનો હાજર રહ્યા હતા. તેમ મુકેશ ભગતે જણાવ્યુ છે.