મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ગોલો ખાવા ગયેલા બે મિત્રના બુલેટને બોલેરોના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE









વાંકાનેર નજીક ગોલો ખાવા ગયેલા બે મિત્રના બુલેટને બોલેરોના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત

વાંકાનેર ના અમરસર નવાપરા પાસે થી ડબલ સવારી બુલેટ પસાર થઈ રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે બુલેટને હર ફેટી લેતા અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ના ચાલક યુવાનને ઝાડવામાં તથા ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર જાતે હતી ત્યારે બુલેટમાંથીની સાથે બેઠેલ યુસુફભાઈને માતાના ભાગે ગંભીર્યા તે હોવાથી તેઓનું મોતની તો હતું આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે bolero ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજ શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રાયધનભાઈ પરબતભાઈ બાંભવા (22)એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે 36 વી 4280 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અમરસર નવાપર પાસે રોડ ઉપરથી આરોપી તેની બોલેરો ગાડી લઈને જતો હતો ત્યારે ફરિયાદીના બુલેટ નંબર જીજે 36 બીસી 0028 સાથે બોલેરો ગાડી અથડાવીને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને મોઢા, જડબા તથા ડાબા પગમાં ફેકચર જેવી ઇજા થયેલ છે અને બાઈક ઉપર ફરિયાદીની સાથે બેઠેલા તેના મિત્ર યુસુફભાઈ સુલેમાનભાઈ (38)ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ઇજા પામેલા ફરિયાદીના પિતાની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, રાયધનભાઈ અને યુસુફભાઈ બંને ગોલો ખાવા માટે આવ્યા હતા અને પાછા જતાં હતા ત્યારે રસ્તામાં બોલેરો ગાડીના ચાલકે રોંગ સાઇડમાં પોતાનું વાહન લઈ આવીને રાયધનભાઈના બુલેટને ટક્કર મારી હતી. જે બનાવમાં યુસુફભાઈનું મોત નીપજયું છે ઉલેખનીય છેકે, યુસુફભાઈ નારિયલનો ધંધો કરતાં હતા અને અકસ્માતના બનાવમાં તેઓનું મૃત્યુ થતાં 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.




Latest News