મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું
“સાચી શ્રદ્ધાંજલિ”: મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં કરશે રોપનું વિતરણ
SHARE
“સાચી શ્રદ્ધાંજલિ”: મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં કરશે રોપનું વિતરણ
"મારું ગામ, હરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં મોરબી તાલુકાના ચકમપર ગામે તારીખ ૩૦/૬/૨૦૨૧ના રોજ સવારે ૯-૦૦ કલાકે પટેલ સમાજ વાડીએથી ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે અને ચકમપરમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ નિશુલ્ક બે થી ત્રણ રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવશે. ત્યારે સ્વજનોની સ્મૃતિમાં દરેક ગામને પ્રેરણા મળે તેવું કર્યા ચકમપર ગમે કરીને કાલરિયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી