મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 


SHARE













મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા ચારણ સમાજને "રાવણોના ચારણ"  એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેની સામે સમગ્ર ભારત વર્ષમાં ચારણ સમાજ રોષે ભરાયો છે. અને રાષ્ટ્રીય પ્રવક્તા આવી અભદ્ર ટીપ્પણી બદલ ચારણ સમાજની માફી માંગે એ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષને સમગ્ર ભારતના ચારણોએ આવેદન  આવવાનું શરૂ કર્યું છે. ત્યારે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવાનોની મોરબીની ટીમ ના અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવીની આગેવાનીમાં  મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાને રૂબરૂ મળીને આવેદન પાઠવીને સુરજેવાલા જાહેરમાં આવી મીડિયા સમક્ષ ચારણ સમાજની માફી માંગે તેવી પ્રબળ માંગણી કરી છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે  આંદોલન કરવામાં  આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવીતાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, પ્રવક્તા સંજયભા ગઢવીચારણ સમાજના માજી પ્રમુખ પ્રભાતદાન મિશણઉપાધ્યક્ષ મહેશદાન ગઢવીઆઇટી પ્રભારી વિજયભા રતનમીડિયા પ્રભારી મેહુલભા ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News