મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો મોરબીની અનુપમ સોસાયટીમાં રાતે કાર સળગાવનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો મોરબીના મચ્છુ-2 ડેમમાં કોહવાઈ ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 10 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા: 2 શખ્સની ધરપકડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની ખાંભીએ રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીની અનુપમ સોસાયટીમાં રાતે કાર સળગાવનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીની અનુપમ સોસાયટીમાં રાતે કાર સળગાવનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં ઘર પાસે યુવાને પોતાની બ્રેઝા કાર પાર્ક કરી હતી અને તે કારની અંદર કોઈ અજાણ્યા બે શખ્સ દ્વારા રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આગ લગાવવામાં આવી હતી જેથી કારમાં નુકસાન થયું હોય હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નાના દહીસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી સામે આવેલ અનુપમ સોસાયટીમાં બહુચર કૃપા અક્ષરધામ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલિયા (43)એ બે અજાણ્યા શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અનુપમ સોસાયટીમાં બહુચર કૃપા અક્ષરધામ એપાર્ટમેન્ટની બાજુમાં તેઓના ઘર પાસે તેમણે પોતાની બ્રેઝા સીએનજી ગાડી નંબર જીજે 36 એ 5212 પાર્ક કરીને મૂકી હતી જે બ્રેઝા ગાડીમાં તા. 28/10 ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કોઈ બે અજાણ્યા શખ્સો દ્વારા જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી જેથી કરીને કારમાં 30,000 રૂપિયાનું નુકસાન થયું હોવાની હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલ્લેખની છે કે, તા. 28 ના રોજ સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં મોરબીના વાઘપરા વિસ્તારમાં મહિલા એડવોકેટની કાર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને ત્યાં પાડોશમાં રહેતા શખ્સે આગ ચાંપી દીધી  હતી જેના કારણે કારમાં મોટું નુકસાન થયું હતું અને આ કારને કોઈ અડે તો તેનું સેન્સર વાગતું હતું જેના કારણે યુવાને કારમાં આગ લગાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને તે આરોપીને પકડીને પોલીસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે રવાપર રોડ ઉપર અનુપમ સોસાયટીમાં રહેતા યુવાનના ઘર પાસે કોણે કારને આગ લગાવી છે અને શા માટે આગ લગાવી છે તે હજુ સામે આવ્યું નથી જો કે આરોપી પકડાઈ ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.




Latest News