મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો


SHARE









વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો

વાંકાનેરના આંબેડકરનગરમાં પાનની દુકાન પાસે ઊભેલા યુવાનની સાથે સામું જોવા બાબતે એક શખ્સે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપીને ઈંટ વડે યુવાનને માર માર્યો હતો તેમજ યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલ વ્યક્તિને પણ ગાળો આપીને ઈંટથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.5 માં રહેતા કાર્તિકભાઇ અશોકભાઈ મકવાણા (28)એ હાલમાં ભાવિનભાઈ ઉર્ફે પીન્ટુ વિક્રમભાઈ ચાવડા રહે. આંબેડકરનગર રોયલ પાર્ક વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, આરોપી સામે ફરિયાદીએ જોયું હતું જે તેને સારું નહીં લગતા આરોપીએ સામું જોવા બાબતે જાહેરમાં ફરિયાદીને ગાળો આપી હતી અને બજારમાં પડેલ ઈંટ વડે ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ જપજપી કરી હતી અને ફરિયાદીને બચાવવા માટે વચ્ચે પડેલ સાહેદને પણ આરોપીએ ગાળો આપીને ઈંટ વડે હાથે, પગે અને શરીરે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News