મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ
મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
SHARE
મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ થશે.જેમાં માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આરડીસી બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૧-૧--૨૬ ને રવિવારે સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યાં સુધી રાહતદરે વેચાણ કરાશે.તેમાં વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, લેમન-ટી, રાહતદરે દશ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ અને રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ,જેરણી વિગેરે તેમજ ઓર્ગેનિક શાકભાજી મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરએ લાભ લેવા યાદીમાં જણાવેલ છે.
તેમજ નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓ મળશે.તા.૧-૧૧ ને રવિવારે સવારે ૮ થી ૧ મોરબીના શનાડા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તહેવાર હોવાથી મહિનાના પહેલો રવિવારે ખેડુતહાટ રાખેલ છે.જેમાં સાબુ, શેમ્પૂ, કોફી, સ્ક્રેબ, અગરબત્તી, ધુપ ગુગળ કપુર જેવી હવન સામગ્રી, ઘી, શુધ્ધ મધ, ઔષધીના હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ દંતમંજન છાસ મસાલા પાપડ ખાખરા આયુર્વેદ દવાઓ, ઓર્ગેનિક પદ્ધતિથી ગાય આધારિત દરેક જાતના ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દેશી ખાતર કાળા સફેદ તલનું તેલ કોપરેલ તેલ મગફળીનું તેલ તેમજ મગફળીનું તેલ લાકડાની ઘાણીથી પીલેલ એક વર્ષની ગેરંટી શક્તિવર્ધક તલની સાની કચરીયુ કાજુ બદામ ખજુર નાખેલ હાથ બનાવટની તાવડી પાટીયા કુંડા ફાઈબરનાં કુંડા લાકડાના બ્રશ દાંતિયા મળશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.