મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત
મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
SHARE
મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઇન્દ્ર પ્લાઝામાં મીશ્વા સિરામિક નામની ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 24 બોટલો મળી આવતા પોલીસે 30,614 ની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંઘીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર આવેલ ઇન્દ્ર પ્લાઝામાં આવેલ ભાવિનભાઈ મકવાણાની ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર મીશ્વા સિરામિક નામની દુકાનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 24 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 30,614 ની કિંમત નો દારૂનો જતો કબજે કર્યો હતો અને આરોપી ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણા (26) રહે. વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો કર્યો હતો