કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત
SHARE
કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત
મોરબી તાલુકાનાં ગામમાં રહેતા પરિવારની દીકરીને તાવ આવતો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તે સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જેથી આ યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સુધી રહી ગયા હતા જોકે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવતીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવતીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ અમદાવાદ જિલ્લાના વતની અને હાલમાં મોરબી તાલુકાનાં ગામડાની બાજુમાં આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની ધારા નામની દીકરીને તાવ આવતો હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન યુવતી સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન યુવતીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ યુવતીનું પ્રસુતિની પીડાથી મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.