મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ


SHARE































મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

આદિવાસી સમાજના મહાનાયક, ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતીય સમાજના હક, અધિકાર તથા સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના શક્તિ પ્લોટ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ, નગરજનો તથા આમંત્રિતોએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, દંડક જયેશભાઈ દેસાઈ, મોરબી શહેર ભાજપના પ્રમુખ નૈમિશભાઈ પંડિત સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું કમ્યુનિટી હોલ ખાતે વિશાળ LED સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ (Live Telecast) કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ વડાપ્રધાનના સંબોધન તથા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનના સંબોધનના માધ્યમથી જનજાતીય સમાજના ઉત્થાન, વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસના સંદેશને ઉપસ્થિત સૌએ જાણ્યો હતો.

આ પ્રસંગે જનજાતીય સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પૈકી એક વિદ્યાર્થીને સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સાથે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માનનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો.












Latest News