મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત


SHARE















પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસે સીરામીકની અંદર મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા યુવાનની પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થઈ જતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત મોરબીના રંગપર ગામ પાસે આવેલી લિવેન્ઝા સિરામિકના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાથી આસમકુમાર અરૂણકુમારસિંહ યાદવ (ઉંમર ૧૮) એ પોતાના લેબર કવાર્ટર નંબર -૬૩ ની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અનો યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની બહેન બેબીદેવીની નણંદ સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હતો અને તેની પ્રમિકાના ગત તારીખ ૨૪/૬ ના રોજ બીજા વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયા હતા જેથી કરીને આસમકુમારને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે હાલમાં આ બનાવની મહેશકુમાર કૃષ્ણકુમારસિંહ યાદવ રહે લિવેન્ઝા સિરામિક વાળાએ પોલીસને જાણ કરી હોય તેના આધારે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News