પ્રેમિકાના બીજા સાથે લગ્ન થઈ જતાં મોરબીના સિરામિક કારખાનામાં મજૂરે કર્યો આપઘાત
મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૧૧,૫૫૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૧૧,૫૫૦ ની રોકડ સાથે પકડાયા
મોરબી શહેરના વજેપર વિસ્તારની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની કરવામાં આવી હતી ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ ૧૧,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વજેપર શેરી નંબર ૧૩માં જાહેરમાં જુગાર રમતા બાતમી પોલીસને મળી હતી જેના આધારે ડી સ્ટાફની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જયંતીલાલ સવજીભાઈ કાવઠીયા, રવિભાઈ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણિયા અને અનિલભાઈ શાંતિભાઈ ગોસ્વામી જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧,૫૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી