ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત
મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત, મોટી વાવડી ગામે વાડીએ માથા ઉપર બોરવેલનો પાઇપ પડતાં આધેડનું મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત, મોટી વાવડી ગામે વાડીએ માથા ઉપર બોરવેલનો પાઇપ પડતાં આધેડનું મોત
મોરબીના લખધીરપૂર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં અચાનક લોહીની ઉલટી થયા બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી અને તે મહિલાનું મોત નીપજ્યું હતું જયારે મોટી વાવડી ગામે વાડીએ ચાલતા બોરવેલનો પાઇપ માથા ઉપર પડતા ગંભીર ઇજા થવાથી આધેડનું મોત નીપજયું હતું જે બંને બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપૂર રોડ ઉપર આવેલ મેટ્રો વર્લ્ડ સીરામીક કારખાનાના લેબર કોલોનીમાં રહેતા રાધાબેન દેવકણભાઈ વર્મા (29) નામની મહિલા કારખાનામાં હતી ત્યારે ત્યાં તેને અચાનક લોહીની ઉલટી થઈ હતી અને મહિલા બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પતિ દેવકણભાઈ વર્મા (29) રહે. હાલ મેટ્રો વર્લ્ડ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી જગદીશભાઈ માવજીભાઈ અમૃતિયા (50) નામના આધેડ ઉપર મોટી વાવડી ગામે હરપાલસિંહ નટુભા જાડેજાની વાડીએ ચાલતા બોરવેલનો પાઇપ માથા ઉપર પડતા માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.