મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત, મોટી વાવડી ગામે વાડીએ માથા ઉપર બોરવેલનો પાઇપ પડતાં આધેડનું મોત ​​​​​​​ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત


SHARE







































મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને ટ્રેલરના ચાલકે પાછળથી હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા વિશેષચંદ્ર જગરામસિંહ ગુર્જર (39)એ ટ્રેલર નંબર આરજે 7 જીઈ 7055 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર રફાળેશ્વર ગામ પાસે મેગ્નમ સીરામીકની સામેથી ફરિયાદીના કાકા ગુમાનસિંહ પોતાનું બાઈક નંબર આરજે 5 એસઝેડ 5538 લઈને પોતાના કામથી આઈકોન ગ્રેનેટો કારખાને ગયા હતા અને ત્યાંથી પોતાના ઘરે મકનસર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રેલરના ચાલકે તેઓના કાકાના બાઈકને પાછળથી હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના કાકા ગુમાનસિંહને માથા તથા જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News