મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં વર્ષોથી આંગણવાડી બંધ પડી છે જેથી કરીને બિલ્ડીંગ ખંડેર બની ગયું છે ત્યારે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને વર્ષોથી જે આંગણવાડી બંધ છે તેને તોડી પાડીને નવી આંગણવાડી બનાવવા માંગ કરી છે અને આ આંગણવાડી ન બનવાથી સરકાર તરફથી મળતા લાભથી નાના ભૂલકાઓ અને સગર્ભા બહેનો વંચિત રહી જાય છે ત્યારે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી માટે જગ્યા નાની હોવાથી હેરનગતિનો સામનો કરવો પડે છે જેથી કરીને નવી આંગણવાડી બનાવવા માંગ કરેલ છે