મોરબીના હડમતીયા ગામે કામ બાબતે સાસુએ આપેલ ઠપકાને લીધે ઝેરી દવા પી જતા મહિલા સારવારમાં
SHARE
મોરબીના હડમતીયા ગામે કામ બાબતે સાસુએ આપેલ ઠપકાને લીધે ઝેરી દવા પી જતા મહિલા સારવારમાં
મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે પરિણીતાને તેના સાસુએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો તે વાતનું લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લેતા પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મોરબી એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી વી.પી.છાસીયાના જણાવ્યા પ્રમાણે, ટંકારાના હડમતીયા ગામે રહેતા અલ્કાબેન પ્રાણજીવનભાઈ ધામેચા નામની ૩૨ વર્ષીય મહિલા કે જેનો લગ્નગાળો આઠેક વર્ષનો છે તેણીએ ઝેરી દવા પી લેતા અહિંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી અને પૂછપરછમાં ખુલ્યુ હતું કે તેણીની સાસુએ કામ બાબતે તેણીને ઠપકો આપ્યો હતો તે વાતનું મનોમન લાગી આવતા અલ્કાબેને ઉપરોક્ત પગલું ભર્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના મોરથરા ગામે રહેતી કાજલબેન કિશનભાઇ રસિકભાઈ નામની એકવીસ વર્ષીય નવોઢાએ પણ ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી. કાજલબેને તેના પિયરમાં ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. બે માસ પૂર્વે જ તેના લગ્ન થયા હોવાનું જાણવા મળેલ છે.
યુવાન-આધેડ સારવારમાં
માળિયા મિંયાણાના જુના રેલ્વે વાળા વિસ્તારમાં રહેતો બીલાલ રહીમભાઈ માલાણી નામનો ૨૫ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે માળીયા નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતા તેને અહીંની મધુરમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે જામનગરના જોડીયા તાલુકામાં આવતા તારાણા ગામે રહેતા બીજલભાઈ મેઘાભાઇ નાટડા નામના ૫૫ વર્ષીય આધેડને ગામમાં સિમ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”