મોરબીના હડમતીયા ગામે કામ બાબતે સાસુએ આપેલ ઠપકાને લીધે ઝેરી દવા પી જતા મહિલા સારવારમાં
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ રણમલપુર જવાના રસ્તે રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા કરી માંગ
SHARE
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સીએમને રજૂઆત કરીને હળવદના રણમલપુર અને ટીકર જવાના માર્ગે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ કરી છે કેમ કે, વારંવાર ફાટક બંધ થવાથી લોકોનો સમય બગાડે છે અને વાહન વ્યવહારમા પણ તકલીફો પડે છે
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ સીએમને રજૂઆત કરી છે કે, હળવદમાથી વીસથી વધારે ગામોના લોકોને જવાના રસ્તા ઉપર રેલવે ફાટક આવે છે વારંવાર બંધ થવાથી લોકોને હેરાન થવું પડે છે અને સ્મશાન ઘાટ પણ તે દીશામાં આવેલું હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે જેથી વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા લોકની માંગ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, હળવદના રણમલપુર રોડ પર વેગડવાવ, નવા વેગડવાવ, લીલાપુર, બુટવડા, મંગળપુર, માલણીયાદ, રણમલપુર સહિતના ગામો તેમજ ટીકર રોડપર કીડી, અમરાપર, બોરડી , જોગડ, માનગઢ, અજીતગઢ, માયાપુર,ચાડધ્રા, ટીકર, ઘનશ્યામ ગઢ સહિતના ગામો આવેલા છે જેથી કરીને રેલવે ફાટક અવારનવાર બંધ રહેતા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, વાહન ચાલકો હેરાન થાય છે ત્યારે લોકોની હેરાનગતિને દૂર કરવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે