મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ રણમલપુર જવાના રસ્તે રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા કરી માંગ
હળવદના મયુરનગર પીએચસીમા ડૉક્ટર “ઘેરહાજર”: દર્દીઓ રામભરોસે
SHARE
હળવદના મયુરનગર પીએચસીમા ડૉક્ટર “ઘેરહાજર”: દર્દીઓ રામભરોસે
હળવદ તાલુકામાં સરકારી બાબુઓ અવારનવાર અનિયમિત હોવાની ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે મયુરનગર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ કિરણબેન શામળા અવારનવાર ગેરહાજર રહેતા હોવાનું ગામના ઉપસરપંચ વિષ્ણુભાઈ કણઝરીયાએ જણાવ્યુ છે અને મયુરનગર, રાયસંગપુર, ચાડધ્રા, ધનાળા, ધુળકોટ, સુસવાવ સહિતના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે ડોક્ટર ઘેરહાજર હોવાથી દર્દીઓ રામભરોસે હોય તેવો ઘાટ સર્જાય છે હળવદ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મહિલા તબીબ અવારનવાર ગેરહાજર રહેવાની ફરીયાદો દર્દીઓ પાસેથી મળી છે જેથી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ટેલીફોનીક રજૂઆત કરી છે અને મહિલા તબીબની જગ્યાએ અન્ય તબીબને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.