મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ
SHARE
મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ
મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ કરી હતી ત્યારે દારૂ બિયરની ૩૮ બોટલ સાથે આધેડ ઝડપાતા તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જૂના મરનસર ગામે ચામુંડા માતાજીના મંદિરની પાસે રહેતા જીતેન્દ્ર દલપતભાઈ મકવાણા નામના ૫૩ વર્ષીય આધેડના રહેણાંક મકાનમાં દારૂ-બિયરનો જથ્થો છુપાવાયો હોવાની બાતમી મળી હતી જેને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ગોઢાણિયાની સૂચનાથી સ્ટાફની માણલોએ વહેલી સવારે મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ કિંમત રૂા.૪૩૫૦ અને બીયરના ૨૪ ટીન કિંમત રૂા.૨૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ-બીયરની ૩૮ બોટલ કિંમત રૂા.૬૭૫૦ ના મુદ્દામાલ સાથે હાલમાં જીતેન્દ્ર દલપત મકવાણા નામના ૫૩ વર્ષીય જુના મકનસર ગામે રહેતા આધેડની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે જે અંગેની આગળની તપાસ જે.પી.વસીયાણી ચલાવી રહ્યા છે.
યુવાનનું મોત
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પરાગભાઈ અરવિંદભાઈ મોદી નામના ૩૪ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં મોડીરાત્રીના બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. જ્યાં મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કરી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી હાલમાં તપાસ અધિકારી વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં યુવાનને ઈજા
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ચરણરાજ જીતેન્દ્રસિંહ ઝાલા દરબાર નામના ૨૩ વર્ષીય યુવાનને તા.૨૭-૬ ના મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા દરિયા કાંટા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં ચરણરાજ ઝાલાને સારવારમાં લઈ જવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”