મોરબીના જુના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૩૮ બોટલ સાથે આધેડની ધરપકડ
હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત
SHARE
હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને મીઠું પકવવાની સિઝન દરમ્યાન પાઇપ લાઇન દ્વારા મીઠું પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં કેટલીક સહકારી મંડળીઓ અને ૧૦ એકર જમીનોમાં મીઠા કામદારો અને અગરીયાઓ નવેમ્બર માસથી મે માસના સમયગાળામાં મીઠું પકવવાની કામગીરી કરે છે હાલમાં તેઓને રાજય સરકાર ટેન્કરો મારફતે પીવાનું પાણી પુરૂ પાડે છે આ વ્યવસ્થા અપુરતી હોવાનાં કારણે અગરિયાઓ હેરાન થાય છે આ રણ વિસ્તારના લોકોને પાઇપ લાઈન મારફતે પીવાનું મીઠું પાણી કાયમી મળતું રહે તો મીઠું પકવતા અગરિયાઓની પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે જેથી હળવદ અને માળીયા (મી) તાલુકાના રણ વિસ્તારનાં અગરિયાઓને કાયમી "જળ જીવન મિશન" યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧-૨૦૨૨ નાં આયોજનમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”