હળવદ અને માળીયા (મી)ન અગરીયાઓને પીવાનું શુધ્ધ પાણી આપવા રજૂઆત
મોરબીનાં ધરમપુર પાસે ખાણમાં બ્લાસ્ટ બંધ કરવા રજૂઆત
SHARE
મોરબીનાં ધરમપુર પાસે ખાણમાં બ્લાસ્ટ બંધ કરવા રજૂઆત
મોરબી તાલુકાનાં ધરમપુર ગામે ખાણમાં કરવામાં આવતા બ્લાસ્ટ બંધ કરવાં માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી તાલુકાના જુના ધરમપુર ગામેથી આસરે ૩ થી ૫ કિલોમીટર દુર સ્ટોન ક્રશર આવેલ છે અને તેઓ જુના ધરમપુર ગામે હાંજીપરા નદીના હોકળા પાસે ખાનગી કંપની દ્વારા કાળા પથ્થરનો માલ કાઢવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે જેના કારણે આજુ બાજુના વિસ્તારમાં રહેતા લોકોને ઘરોમાં તિરાડો પડી ગયેલ છે અને જયારે પણ બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે ખુબ જ ત્રીવ માત્રામાં ધરામાં ધ્રુજારી આવે છે અને ભુંકપ જેવો અહેસાસ થાય છે અને મકાન પણ ધરાશાય થાય તેમજ જાનહાની થવાનો ભય છે તેવી મૌખીક રજુઆત તેઓને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને બ્લાસ્ટ બંધ કરવામાં આવે તે જરૂરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”