મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પક્ષ-પ્રજા દ્વારા જે જવાબદારી સોપવામાં આવી તેને પૂરી કરવામાં કોઈ કચાશ નહીં રાખું: દેવાભાઈ અવાડિયા  


SHARE















સંપૂર્ણ પારદર્શક વહીવટ કરીને લોકોની સુખકારીમાં વધારો થાય તેના માટેના કામોને આપવામાં આવશે પ્રાધાન્ય: સામાકાંઠે વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ વહેલી તકે કરવામાં આવશે પૂરી: ભાવિકભાઈ જારીયા

મોરબી પાલિકામાં વિવિધ કમિટીઓની રચના થતાની સાથે જ બીજા જ દિવસે ચેરમેનો દ્વારા વિધિવત રીતે ચાર્જ સાંભળી લેવામાં આવેલ છે ત્યારે અગાઉ મોરબી પાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી ચૂકેલા દેવાભાઈ અવાડિયાને હાલમાં મોરબી પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને મોરબી પાલિકાની મહત્વની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દેવાભાઈ અવાડિયા વિધિવત રીતે ચાર્જ સાંભળી લીધો છે ત્યારે આગામી એક વર્ષમાં મોરબીને પેરિસ બનાવવાની પાણીદાર ખાતરી દેવભાઈ અવાડિયા આપવામાં આવેલ છે

મોરબીના સંપૂર્ણ અને સમતોલ વિકસ માટે લોકોને ભાજપ તરફી સ્પષ્ટ જનાદેશ છેલ્લી સામાન્ય ચુંટણીમાં આપ્યો છે ત્યારે આગામી પાંચ વર્ષમાં મોરબીની કાયાપલટ થશે તેવી સહુ કોઈને આશા અને અપેક્ષા છે તેવામાં સોમવારે પાલિકાના બોર્ડમાં વિવિધ સમિતિની રચના કરીને ચેરમેનની વરણી કરવામાં આવેલ છે ત્યાર બાદ જુદીજુદી સમિતિના ચેરમેનો દ્વારા ચાર્જ સાંભળી લેવામાં આવેલ છે અને આ તકે મોરબી પાલિકામાં અગાઉ પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી ચૂકેલા દેવાભાઈ અવાડિયાને હાલમાં મોરબી પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને તેમણે મંગળવારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સાંભળી લીધેલ છે ત્યારે લોકોને મીઠા મોઢા પણ તેમના દ્વારા કરાવવામાં આવ્યા હતા આવી જ રીતે ટાઉન પ્લાનીંગ ચેરમેન પ્રકાશભાઈ ચબાડગેરેજ સમિતિના ચેરમેન ભાવિકભાઈ જારિયા અને પાણી પુરવઠા ચેરમેન બ્રિજેશભાઈ કુંભારવાડિયા સહિતનાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે

આ તકે મોરબી પાલિકાની મહત્વની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, પક્ષ અને પ્રજાએ તેમને જે જવાબદારી સોપી છે તેને પૂરી કરવામાં કોઈ કચાશ રાખવામા આવશે નહીં અને સંપૂર્ણ પારદર્શક વહીવટ કરીને લોકોની સુખકારીમાં વધારો થાય તેના માટેના કામોને આગામી વર્ષોમાં પ્રાધાન્ય આપવામાં આવશે વધુમાં તેમણે એવિ પાણીદાર ખાતરી પણ આપી હતી કે, આગામી એક વર્ષમાં મોરબીની કાયાપલટ કરવામાં આવશે અને મોરબીને ફરી પેરિશ બનાવવા માટે તે અને તેની ટીમ કામ કરશે તો ગેરેજ કમિટીના ચેરમેન ભાવિકભાઈ ભરતભાઈ જારીયાએ ચાર્જ સંભાળ્યા પછી કહ્યું હતું કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે ઝડપથી ત્યાં નવું ફાયર સ્ટેશન બને તેના માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવશે મોરબી પાલિકામાં ચેરમેનો દ્વારા ચાર્જ સાંભળવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલ જારીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયામહામંત્રી રીશીપ કૈલાભાવેશભાઈ કંઝરિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને ચીફ ઓફિસર સહિતના આગવાનો, ચેરમેનો તેમજ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News