મોરબી જીલ્લામાં બુધવારે કયા ૩૦ સેન્ટર ઉપર આપવામાં આવશે કોરોના વેકસીન ?
SHARE
મોરબી જીલ્લામાં બુધવારે ૩૦ સેન્ટર ઉપર ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને આપવામાં આવશે કોરોના વેકસીન
રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને તા ૪/૬ થી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોરબી જીલ્લાનાં જુદાજુદા સેન્ટરો ઉપર કોરોના વેક્સિન આપવામાં આવે છે જેમાં ખાસ કરીને સરકરમાથી ડોઝ આવ્યા હોય તેને ધ્યાનમાં રાખીને સેન્ટરો નક્કી કરવામાં આવે છે ત્યારે બુધવારે મોરબી જીલ્લામાં કુલ મળીને ૩૦ સ્થળો ઉપરથી વેકસીન આપવામાં આવશે
મોરબી જીલ્લામાં ગત તા ૪/૬ થી ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને વેકશીન આપવામાં આવી રહી છે અને યુવાનો ઉત્સાહ ભેર વેક્સિન મૂકવી પણ રહયા છે જો કે, વેક્સિનના ડોઝ આવે તેના આધારે સેન્ટર નક્કી કરવામાં આવતા હોય છે અને તેમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે હાલમાં મોરબી જીલ્લામાં વેક્સિન મૂકવામાં આવે છે તે સ્થળોમાં મોરબી તાલુકામાં પીએચસી લાલપર, પીએચસી ઘૂટું, પીએચસી આમરણ, પીએચસી ખાખરાળા, સિવિલ હોસ્પીટલ મોરબી , સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર, સોઓરડી અર્બન હેલ્થ સેન્ટર, રવાપર સબ સેન્ટર, જૂની પીપળી પ્રાથમીક શાળા, ગોકુલનગર પ્રાથમીક શાળા અને ત્રાજપર પ્રાથમીક શાળા, ટંકારા તાલુકામાં સાવડી, લજાઈમ નેસડા અને નેકનામ, માળીયા તાલુકામાં ખાખરેચી, સરવડ અને વવાણિયા, વાંકાનેર સિંધાવદર, કોઠી, ઢુવા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, ટીકર, માથક, રણજીતગઢ, ચરાડવા અને મયૂરનગર ગામનો સમાવેશ થાય છે અને બુધવાર માટે મોરબી જીલ્લામાં કુલ મળીને ૩૬૦૦ ડોઝ આપવામ આવેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”