મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ
SHARE
મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ
મોરબી જિલ્લામાથી કચ્છ અને જામનગરને જોડતો રસ્તો પસાર થાય છે આ રસ્ત ઉપર ટ્રાફિક રહેતો હોવાથી તેને ફોરલેન બનાવવામાં આવે તેવી અગાઉ માંગ ઉઠી હતી તેવામાં મોરબી જિલ્લાના માળિયા હાઈવેથી આમરણ સુધીનો રોડ ફોરલેન બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે જો કે, ધ્રોલથી આમરણ સુધીનો રોડ ફોરલેન કરવા માટે કામગીરી ચાલી રહી છે ત્યારે આમરણ થી માળીયા સુધીનો રસ્તો પણ ફોરલેન બની જવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે હાલમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ રોડ બની જવાથી બિસ્માર રોડની પીડામાથી વાહન ચાલકોને મુક્તિ મળી જશે.