મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ
માળિયા(મી) બીઆરસી ભવનમાં વિદાય-સ્વાગત સમારોહ યોજાયો
SHARE
માળિયા(મી) બીઆરસી ભવનમાં વિદાય-સ્વાગત સમારોહ યોજાયો
માળિયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષક પરિવાર દ્વારા વિદાય તથા સ્વાગત સમારોહ બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્ર્મમાં માળિયા તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી દિપાબેન બોડાનું સાલ ઓઢાળી અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરીને વિદાય આપવામાં આવી હતી તો નવા નિમાયેલ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલનું સાલ ઓઢાળી તેમજ ગિફ્ટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ માળિયા તાલુકાના કેળવણી નિરીક્ષણ શિક્ષણ ઈન્ચાર્જ કુવાડિયા મોહનભાઈ, તાલુકા પંચાયત કચેરીમાં શિક્ષણ વિભાગના વૈષ્ણવ જયંતિભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, માળિયાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર નરેન્દ્રભાઈ નિરંજની, નરેન્દ્રભાઈ કાસુન્દ્રા, વિનુભાઈ રાઠોડ તથા સંઘના પ્રતિનિધિઓ અને તાલુકા શાળા આચાર્યો હાજર રહ્યા હતા.