મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન
SHARE
મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોના મહામારી સમયે સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈંન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, સમાજ સેવક પંકજભાઈ રાંણસરિયા, પટેલ ઓક્સિજન વાળા ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા, તરૂનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં સમાજને જરૂર પદે ત્યારે આવી જ રીતે સેવા કરતો રહો તેવી લાગણી વ્યક્ત કરી હતી અને નિસ્વાર્થ સેવા કરવા માટે ગમે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાની જરૂર પડે ત્યારે તેઓની સાથે ખભેથી ખભો અને હાથથી હાથ મિલાવીને કામ કરવાની તૈયારી શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારોએ દર્શાવી છે આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે ઉપપ્રમુખ શક્તિસિંહ પીલુડી, પી.એમ.જાડેજા વિરપડા, ભગીરથસિંહ વાઘેલા, તથા મહામંત્રી શકિતસિંહ જાડેજા કેરાળી, સુખદેવસિંહ જાડેજા વિરપડા, હર્ષજીતસિંહ જાડેજા, ઑમદેવસિંહ જાડેજા ગુંગણ, મહિપાલસિંહ જાડેજા, યોગીરાજસિંહ ઝાલા કીડી, બ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હાજર રહ્યા હતા