મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન
ટંકારાના મિતાણા પાસેથી અજાણ્યા યુવાન મૃતદેહ મળ્યો
SHARE
ટંકારાના મિતાણા પાસેથી અજાણ્યા યુવાન મૃતદેહ મળ્યો
ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ બહુચરાજી માતાજીનાં મ્નદિર પાસે સરકારી ખરબની જગ્યામાં અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવ ટંકારા પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ મોરબી રાજકોટ રોડ ઉપર આવેલ મિતાણા ગામ પાસે બહુચર માતાજીનાં મંદિર પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હતો જેની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પીએસઆઇ એ.વી. ગોંડલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનની લાશનો કબ્જો લઈને તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, મૃતક યુવાનના હાથ ઉપર દિલમાં અંગ્રેજીમાં પી લખેલ છે જો કે, હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી જેથી કરીને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે અને તેના વાલી વારસને શોધવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”