મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમ્યાન બોઇલમિલ ઉપરથી પડી જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો 


SHARE











મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમ્યાન બોઇલમિલ ઉપરથી પડી જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબીના લાલપર પાસેના સિરામિક યુનિટમાં ઉપરોકત અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં બોઇલ મિલ ઉપર કામ કરતા સમયે ઊંચાઈએથી પડી જવાથી ઘવાયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના તત્વમ સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં જયસિંહ સેનાની નામનો ૨૨ વર્ષીય મજૂર યુનીટમાં બોઇલમિલ ઉપર કામ કરી રહ્યો બતો તે દરમ્યાન તે બોઇલ મિલ ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો. જોકે રાબેતા મુજબ જિલ્લા કક્ષાની મોરબી સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોવાને લીધે પાટાપિંડી કરીને રાબેતા મુજબ જયસિંહને રાજકોટ રીફર કરી દેવાયો હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી મહિલાએ વધુ પડતા ટીકડીઓ ખાઈ લેતાં તેણાને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરાખંડની રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ મિરાપાર્ક વિસ્તારમાં રહેતી નેહાબેન શનીભાઈ ગૌતમ નામની વીસ વર્ષીય મહિલાએ વધુ પડતી પેરાસીટામોલની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીકના સિરામિક યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કમલાબેન વિજયભાઈ સુનકર નામની ૩૦ વર્ષીય પરપ્રાંતીય મજૂર મહિલાને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને મોડી રાત્રીના બારેક વાગ્યે સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News