મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમ્યાન બોઇલમિલ ઉપરથી પડી જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના શનાળા રોડ ઉપર દવા પી જતાં યુવાન સારવારમાં
SHARE
મોરબીના શનાળા રોડ ઉપર દવા પી જતાં યુવાન સારવારમાં
મોરબીના શનાળા રોડ પર આવેલ વિસ્તારમાં કોઇ દવા પી જતા યુવાનને સારવાર માટે ખસેડાયો છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતો અનુપસિંહ ઉમેદસિંહ ઝાલા નામનો ૩૫ વર્ષીય યુવાન શહેરના શનાળા રોડ મહેશ હોટલવાળી શેરીમાં કોઈ અજાણી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવ અંગે પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૮ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં રહેતી સારબાઇ આમદભાઇ મિંયાણા નામની ૪૫ વર્ષીય મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે લઇ જવાઇ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેના રહેણાંક વિસ્તારમાં તેણીના ભાઈ દ્વારા પથ્થર વડે માર મારવામાં આવતા રાણબાઈ આમદભાઈ મિંયાણા નામની મહિલાને હાલમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”